VIDEO: SIR મુદ્દે 42 પૂર્વ જજોનો પત્ર
સોર્સ : gstv
ચૂંટણી પંચ અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે 42 પૂર્વ જજોએ પત્ર જાહેર કર્યો છે. પૂર્વ જજોએ નક્કર પુરાવા વિના બંધારણીય સંસ્થાઓ પર આરોપો લગાવવા સામે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે વારંવાર ‘વોટ ચોરી’ જેવા આધારહીન આરોપોથી લોકતાંત્રિક સંસ્થાઓમાં સામાન્ય લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે. સંસ્થાઓના કામકાજ પર સવાલ ઉઠાવવો લોકશાહી અધિકાર છે, પરંતુ આક્ષેપો માટે પૂરતા પુરાવા જરૂરી હોવાનું પૂર્વ જજોએ જણાવ્યું છે. સાથે જ રાજકીય પક્ષોને ફરિયાદોના નિરાકરણ માટે લોકશાહી અને કાયદાકીય માર્ગ અપનાવવાની અપીલ કરી છે. પૂર્વ જજોએ ચૂંટણી પંચના SIRને સમર્થન આપતાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા કાયદાના દાયરામાં ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.

