VIDEO: ઠાકુરદ્વારામાં દીપડાની શોધખોળ સતત ચાલુ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં દ્વારા વિસ્તારમાં દીપડાના આતંકને પગલે વન વિભાગ દ્વારા ૨૪ કલાકનું સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શેરડીના ઘાટા ખેતરોમાં છુપાયેલા દીપડાને શોધવા માટે થર્મલ ડ્રોન કેમેરા અને નિષ્ણાત ટ્રેકર્સની મદદ લેવામાં આવી હતી .સ્થાનિક ગ્રામજનોની સુરક્ષા માટે વિસ્તારમાં ૨૨થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા . વન વિભાગ, પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તાજેતરમાં થયેલા હુમલા બાદ વધેલા ગ્રામીણ ભયને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોને ખેતરોમાં સાવચેતી રાખવા અને એકલા ન જવાની અપીલ કરવામાં આવી હતી

