VIDEO: ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે લક્ષદ્રીપના દરિયામાં મોટું ઓપરેશન હાથ ધરતા526 કિલો ડ્રગ્સ ઝડપી પાડયુ છે.. ઝડપાયેલા ડ્રગ્સમાં હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે..ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં મોટાપાયે પ્રતિબંધીત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુપ્ત માહિતીના આધારે હાથ ધરેલી આ હવાઈ અને દરિયાઈ સર્વેલન્સ કાર્યવાહીમાં મધ દરિયે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એક શંકાસ્પદ ઈરાની બોટને ઝડપી લેવામાં આવી હતી..આ સાથે પાકિસ્તાનના પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ઝડપાયેલા ડ્રગ્સમાં હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 3 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

