Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Landslides blocked roads in Udhampur, disrupting traffic

VIDEO: ઉધમપુરમાં ભૂસ્ખલનથી રસ્તો બંધ થવાથી વાહનવ્યવહાર ખોરવાયો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે કૌઘા નજીક મોટું ભૂસ્ખલન થયું છે. આ કુદરતી આફતના લીધે રામનગર-ઉધમપુર મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તા પર મોટા પથ્થરો અને માટીનો કાટમાળ આવી જતાં બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. રોડ કોન્ટ્રાક્ટર પુષ્પિન્દર સિંહે જણાવ્યું કે, રસ્તો સાફ કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે અને ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા માર્ગને વહેલી તકે ફરી શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સતત ખરાબ હવામાનને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

App Store