મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટના સર્જાઈ બચાવ કામગીરી શરૂ

કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ મીનાક્ષી બ્રિજ નજીક આવેલા ટનલ પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનની દુ

તસવીર: gstv

કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ મીનાક્ષી બ્રિજ નજીક આવેલા ટનલ પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનની દુર્ઘટના સર્જાઈ છે. સતત વરસાદને કારણે માટી અને પથ્થરો ધસી પડતા કામગીરી સ્થગિત થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે. હાલમાં વિસ્તારમાં વરસાદનું જોર યથાવત હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓ પડી રહી છે. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો