VIDEO: કુર્લામાં ભૂસ્ખલન, 6-7 લોકો ફસાયા
સોર્સ : gstv
મહારાષ્ટ્રના મુંબઈના કુર્લા વિસ્તારમાં ગૌશિયા ચાલમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ઘટનામાં 6થી 7 લોકો ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળતા જ સ્થાનિક તંત્ર અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ પણ પહોંચ્યા હતા. BMC મારોર રિતુ તાવડેએ પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રેસ્ક્યૂ ટીમો કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને શોધી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં મદદ કરતા જોવા મળ્યા હતા. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

