Video: જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટની લદ્દાખ બેન્ચ 21 ઓક્ટોબરથી કાર્યરત થશે: CJI સૂર્યકાંતે કરી જાહેરાત

જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટની લદ્દાખ બેન્ચ 21 ઓક્ટોબરથી સત્તાવાર રીતે કાર્યરત થવા જઈ રહી છે. 18 ઓક્ટોબરના રોજ લેહના મેલાંગથોંગ સ્થિત સંકુલમાં આ બેન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું હતું કે આ કોર્ટ સમુદ્ર સપાટીથી આશરે 3,500 મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જે દેશમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી હાઈકોર્ટ છે…CJIએ ઉમેર્યું કે મહત્વ એ વાતનું નથી કે કોર્ટ કેટલી ઊંચાઈ પર છે, પરંતુ એ વાતનું છે કે તે હવે લદ્દાખના લોકોની વધુ નજીક આવી ગઈ છે. આ ઐતિહાસિક પગલાથી સ્થાનિક લોકોને ન્યાય મેળવવા માટે શ્રીનગર કે જમ્મુ સુધી લાંબી મુસાફરી કરવાના ત્રાસ, સમય અને ખર્ચમાંથી મોટી રાહત મળશે.






