Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Krishna used to pray for 5 times...' Maulvi Jarjis Ansari's statement caused a lot of outrage among people.

VIDEO: 'કૃષ્ણ 5 ટાઈમના નમાઝી હતા...' મૌલવી જરજિસ અંસારીના નિવેદનથી લોકોમાં ભારે આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Maulana Jarjis Ansari controversy: ઉત્તર પ્રદેશના ઇટાવા ગામના મુસ્લિમ મૌલાના જરજિસ અંસારીનું એક વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવ્યું છે. મૌલાનાએ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણ પર એક વિવાદાસ્પદ દાવો કરીને નવો વિવાદ છેડ્યો છે, જેને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

મૌલાનાનો દાવો: 'શ્રીકૃષ્ણ મુસ્લિમ હતા અને ઇસ્લામનો પ્રચાર કરતા હતા'

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં મૌલાના જરજિસ અંસારીએ દાવો કર્યો છે કે ભગવાન શ્રીકૃષ્ણ વાસ્તવમાં મુસ્લિમ હતા અને તેઓ દીન (ઇસ્લામ)નો પ્રચાર-પ્રસાર કરતા હતા. મૌલાનાએ આટલેથી જ ન અટકતા એવું પણ નિવેદન આપ્યું કે શ્રીકૃષ્ણ ભગવાન પોતે પાંચ સમયના નમાજી હતા અને તેઓ નિયમિત નમાજ પઢતા હતા.

ઝારખંડની સભાનો વીડિયો વાઇરલ

મળતી માહિતી મુજબ, મૌલાના જરજિસ અંસારીનો આ વાઇરલ વીડિયો ગત 23 જૂનના રોજ ઝારખંડમાં આયોજિત એક ધાર્મિક સભા દરમિયાનનો છે. આ ભાષણ વખતે મૌલાનાએ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક શ્લોકનો પોતાની રીતે 'ખોટો અર્થ' કાઢીને પોતાના દાવાને સાચો સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

ગીતાના શ્લોકનું ખોટું અર્થઘટન

પોતાના ભાષણમાં મૌલાનાએ જણાવ્યું કે, 'જો અમારા ભાઈઓ ખોટું ન લગાડે તો, કૃષ્ણજી પણ પાંચેય સમયની નમાજ પઢતા હતા. જો વિશ્વાસ ન આવતો હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનો 10મો શ્લોક (योगी युञ्जीत सततमात्मानं एकाकी…) જોઈ લો.'

મૌલાનાએ આ શ્લોકનો અર્થ સમજાવતા કહ્યું કે, 'આમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જ્યારે ઈશ્વરની આરાધના કરો ત્યારે આખા શરીરનો યોગ કરો. આનો અર્થ એ કે પૂજા માત્ર ઊભા રહીને નહીં, પણ આખા શરીરના વળાંક સાથે (નમાજની જેમ) થવી જોઈએ.'

'રામ અને કૃષ્ણએ પણ ઇસ્લામનો પ્રચાર કર્યો'

મૌલાના જરજિસ અંસારીએ પોતાના ભાષણમાં હિન્દુ ધર્મની પૂજા પદ્ધતિ પર કટાક્ષ કરતા જણાવ્યું કે, 'આજે હિન્દુ ધર્મમાં લોકો માત્ર હાથ ઊંચા કરીને 'ઓમ નમઃ શિવાય' કહી દે છે અને તેમની પૂજા પૂર્ણ થઈ જાય છે.' તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય હિન્દુઓનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે, 'જો તેઓ પોતાના ધાર્મિક પુસ્તકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે તો તેઓ ઇસ્લામને પ્રેમ કરવા લાગશે, કારણ કે ઇસ્લામ માત્ર મુસ્લિમોનો જ નહીં પણ દરેક વ્યક્તિનો ધર્મ છે.' આ સાથે જ તેમણે એવો મોટો દાવો પણ કર્યો કે પ્રભુ રામચંદ્રજી અને ભગવાન શ્રીકૃષ્ણજીએ પણ આ જ દીન અને ઇસ્લામ ધર્મને દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો.

હિન્દુ સંગઠનોમાં ભારે રોષ, ધરપકડની માંગ

ભગવાન શ્રીકૃષ્ણ અને હિન્દુ ધર્મ વિશે મૌલાના દ્વારા કરવામાં આવેલા આ વિવાદાસ્પદ નિવેદન બાદ હિન્દુ સંગઠનો અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી છે. ધાર્મિક લાગણી દુભાવવા બદલ અનેક હિન્દુ સંગઠનોએ મૌલાના જરજિસનો ઉગ્ર વિરોધ કર્યો છે અને પોલીસ પ્રશાસન પાસે તેમની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.