Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Kotputli National Highway Accident

VIDEO: કોટપૂતલી નેશનલ હાઇવે અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનના કોટપૂતલી અંતર્ગત આવતા વિરાટનગર વિસ્તારમાં નેશનલ હાઇવે-૪૮ પર એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે ધટનાસ્થળે જોરદાર ટક્કર થતા બંને વાહનો કાબૂ ગુમાવીને પુલ પરથી નીચે પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને હાઇવે પેટ્રોલિંગ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરીને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢીને ત્વરિત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ગંભીર દુર્ઘટનાના કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જ્યારે પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કર્યો હતો અને અકસ્માત અંગેનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News