VIDEO: કેરાળાના સરપંચ દારૂના કેસમાં સસ્પેન્ડ કરાયા
સોર્સ : gstv
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામના સરપંચ રંજનબેન મેર સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશન કેસમાં સંડોવણી બદલ તેમને સરપંચ પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેરાળા GIDC પોલીસ સ્ટેશન દ્વારા દરોડા દરમિયાન 12 હજાર રૂપિયાની કિંમતનો 60 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા સરપંચ સામે ગુનો નોંધાયો હતો અને તેમની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૫૯(1) હેઠળ નોટિસ આપવા છતાં અને સુનાવણીની તક આપવા છતાં યોગ્ય ખુલાસો રજૂ ન કરાતા આ સજા કરાઈ છે.

