VIDEO: ભાજપ કિસાન મોરચાની બેઠક: ગુજરાતમાં 'ચાલો ભેરુ ગામડે' અને 'સરપંચ સંવાદ' અભિયાન ચલાવાશે
સોર્સ : gstv
ગાંધીનગર કમલમમાં ભાજપ કિસાન મોરચાની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગામી સમયમાં ખેડૂતો સુધી પહોંચવા માટે મહત્વના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. પ્રદેશ કિસાન મોરચો આગામી દિવસોમાં રાજ્યભરમાં ચાલો ભેરુ ગામડે અને સરપંચ સંવાદના નામે બે વિશેષ અભિયાન ચલાવશે...આ બેઠકમાં રાજ્યમાં વરસાદની અછત અને તેની ખેતી પર થતી અસરો અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી... આ મામલે કિસાન મોરચા દ્વારા સરકાર સમક્ષ જરૂરી પગલાં લેવાની રજૂઆત કરાઈ છે, જ્યારે સરકાર દ્વારા પણ ખેડૂતોના હિતમાં યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

