VIDEO: દિલ્હી થપ્પડ કાંડ મામલે કેજરીવાલે મંત્રી પ્રવેશ વર્માના રાજીનામાની કરી માગ
સોર્સ : gstv
દિલ્હીમાં રસ્તાની ગુણવત્તાને લઈને થયેલા વિવાદ દરમિયાન મંત્રી પ્રવેશ વર્મા દ્વારા એક વ્યક્તિને થપ્પડ મારવાના આરોપ બાદ રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિકાસપુરી પહોંચી રસ્તાની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા અને ઘટનાને લઈને પ્રવેશ વર્મા સામે કાર્યવાહી કરવાની માંગ કરી. AAP નેતા સૌરભ ભારદ્વાજ સહિતના નેતાઓએ વિકાસપુરી પોલીસ સ્ટેશન પહોંચીને પ્રવેશ વર્મા સામે FIR નોંધવાની માંગ કરી હતી. દિલ્હી પોલીસે ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે, પરંતુ 28 સપ્ટેમ્બર સુધી FIR નોંધાઈ ન હોવાનું જણાવ્યું છે. બીજી તરફ પ્રવેશ વર્માએ સમગ્ર ઘટનાને લઈને અલગ દાવો કર્યો છે અને કહ્યું છે કે તેમની સામેના આરોપોમાં ઘટનાનો સંપૂર્ણ સંદર્ભ રજૂ થયો નથી.

