Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Keep an eye on the social media of these leaders', Rahul Gandhi's order stirs in Congress

VIDEO: 'આ નેતાઓના સોશિયલ મીડિયા પર નજર રાખો', રાહુલ ગાંધીના આદેશથી કોંગ્રેસમાં ખળભળાટ

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના પદાધિકારીઓ અને નેતાઓની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમનો હેતુ એ જાણવાનો છે કે સામાજિક ન્યાય સાથે જોડાયેલા મુદ્દાઓ પર પાર્ટીનું વલણ સોશિયલ મીડિયા પર નેતાઓ દ્વારા અસરકારક રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે કે નહીં.

App Store

રાહુલ ગાંધીનો આ નિર્દેશ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા બુધવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ આવ્યો છે. ખડગેએ કહ્યું હતું કે પાર્ટીના ઘણા નેતાઓ જાહેર મંચો પર કોંગ્રેસના વલણને મજબૂતીથી રજૂ કરતા નથી.

ખડગેએ નેતાઓની સક્રિયતા પર ઉઠાવ્યા સવાલ

CWCની બેઠક દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ હલ્દ્વાનીમાં તેમના એક કાર્યક્રમ સ્થળ પર કથિત રીતે કરવામાં આવેલા ‘શુદ્ધિકરણ’ના મામલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે જ્યારે આરએસએસ-ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આવું કરવામાં આવ્યું ત્યારે પાર્ટી તરફથી તેમને પૂરતું સમર્થન મળ્યું નહોતું. ખડગેએ આ ઘટનાને જાતિગત ભેદભાવ સાથે જોડીને નારાજગી વ્યક્ત કરી હતી.

અહેવાલ મુજબ, બાદમાં કેટલાક નેતાઓએ કહ્યું હતું કે પાર્ટીના પદાધિકારીઓએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને તેમાં ભાગ પણ લીધો હતો.

આ અંગે ખડગેએ કટાક્ષ કરતા કહ્યું કે જે લોકો ‘સારું લખે છે અને સારા દેખાય છે’, તેમણે આ મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો નહોતો. તેમણે ભવિષ્યમાં આવા મામલાઓમાં પાર્ટીના નેતાઓને સક્રિય રીતે આગળ આવવા જણાવ્યું હતું.

CWCમાં રાહુલ ગાંધી અને મનીષ તિવારી વચ્ચે મતભેદ

CWCની બેઠકમાં દેશના વિદ્યાર્થી આંદોલનોના ઈતિહાસ અને તેમના સ્વરૂપને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી વચ્ચે મતભેદ પણ જોવા મળ્યો.

અહેવાલ અનુસાર, મનીષ તિવારીએ દલીલ કરી હતી કે ભૂતકાળના ચાર મોટા વિદ્યાર્થી આંદોલનો, જેમાં મંડલ કમિશનના વિરોધમાં થયેલું આંદોલન પણ સામેલ છે, સ્વાભાવિક રીતે ઊભા થયા હતા અને રાજકીય પક્ષોના વિદ્યાર્થી સંગઠનોએ તેનું નેતૃત્વ કર્યું નહોતું.

બીજી તરફ, રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા.

તિવારીએ ચર્ચિલના કથન દ્વારા આપ્યો સંદેશ

આ મતભેદના એક દિવસ બાદ મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિન્સ્ટન ચર્ચિલનું એક કથન પોસ્ટ કર્યું હતું.

અહેવાલ મુજબ, તેમની આ પોસ્ટને CWCની બેઠકમાં થયેલી ચર્ચા અને નેતૃત્વને આપવામાં આવેલી પરોક્ષ ચેતવણી સાથે જોડીને જોવામાં આવી રહી છે.

ચર્ચિલના આ કથનમાં ટીકા (Criticism)ને જરૂરી ગણાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સમયસર ટીકા પર ધ્યાન આપવામાં આવે તો સંભવિત જોખમને ટાળી શકાય છે.