તેલંગાણામાં BRSમાંથી કે. કવિથા સસ્પેન્ડ, પિતાએ જ પાર્ટીમાંથી પાણિચું પકડાવ્યું
તેલંગાણાની સ્થાનિક પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ BRS માંથી પાર્ટી નેતા કે. કવિથાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કે. કવિથાને તેમના

તેલંગાણાની સ્થાનિક પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ BRS માંથી પાર્ટી નેતા કે. કવિથાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કે. કવિથાને તેમના પિતા કે. ચંદ્રશેખર રાવે પક્ષને બદનામ કરતી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ દ્વારા તાત્કાલિક અસરથી કે. કવિથાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્ય વિપક્ષી પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિના સ્થાપક કે. ચંદ્રશેખર રાવના પરિવારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીઆરએસ નેતાઓએ કાલેશ્વરમ વિવાદને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમ કે ઘોષ કમિશનનો અહેવાલ વિધાનસભામાં રજૂ થયા પછી સીબીઆઈ તપાસનો આદેશ અને ત્યારબાદ એમએલસી કવિતાની ટિપ્પણીઓ અને સંબંધિત મુદ્દાઓ.
જણાવી દઈએ કે, કે કવિથાએ અગાઉ પણ પાર્ટી પર નિશાન સાધ્યું છે. 23 મેના રોજ તેમના પિતા, પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસ પ્રમુખ કે. ચંદ્રશેખર રાવને લખેલા છ પાનાના પત્રમાં તેમણે કહ્યું કે, ભાજપ પ્રત્યે 'નરમ' વલણ ખોટા સંકેતો મોકલે છે. આ સંકેતોને લીધે એવી અટકળો શરૂ થઈ છે કે બીઆરએસ ભવિષ્યમાં ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે.
બીઆરએસે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતા લખ્યું કે, "પાર્ટી નેતૃત્વ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. કારણ કે પાર્ટીના એમએલસી કે. કવિથાના તાજેતરના વર્તન અને ચાલી રહેલી પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ થકી બીઆરએસ પાર્ટીને નુકસાન પહોંચાડી રહી છે. પાર્ટી પ્રમુખ કે. ચંદ્રશેખર રાવે તાત્કાલિક અસરથી કે. કવિથાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે."






