Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jumped the barricade and boarded the police van, reached the BJP office and asked - 'Where will Chanda Chor be found?', Priyanka Bharti's high-voltage drama in Patna.

VIDEO: બેરિકેડ કૂદી પોલીસ વાન પર ચડી, ભાજપ કાર્યાલય પહોંચી પૂછ્યું- 'ક્યાં મળશે ચંદા ચોર?', પટનામાં  પ્રિયંકા ભારતીનો હાઈવોલ્ટેજ ડ્રામા

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના લોક ભવન માર્ચ અને તેજસ્વી યાદવની અટકાયત દરમિયાન એક રસપ્રદ અને આક્રમક ઘટના જોવા મળી હતી. RJD નેતા અને પ્રવક્તા પ્રિયંકા ભારતી પોલીસના ઊંચા બેરિકેડ્સને એક જ ક્ષણમાં કૂદીને તેજસ્વી યાદવને લઈ જઈ રહેલી પોલીસ બસ પર ચડી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

App Store

આંદોલન દરમિયાન પ્રિયંકા ભારતીનું આક્રમક વલણ

રાષ્ટ્રીય જનતા દળ દ્વાાર લોકભવન માર્ચ અટકાવવા અને વિરોધ પ્રદર્શનને રોકવા પટના પોલીસે ભારે બેરિકેડિંગ કર્યું હતું, પરંતુ પ્રિયંકા ભારતીએ કોઈપણ ખચકાટ વિના ક્ષણભરમાં બેરિકેડ ઓળંગી લીધું હતું. તેજસ્વી યાદવની અટકાયત બાદ તે એકમાત્ર એવી મહિલા નેતા હતા જે સીધા જ પોલીસ બસ પર ચડી ગયા હતા અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપ કાર્યાલય સામે સીધો પ્રહાર 

બેરિકેડ કૂદીને ભાજપના મુખ્ય કાર્યાલય સુધી પહોંચી તેમણે આકરા તેવરમાં સવાલ ઉઠાવ્યો હતો કે "ચંદા ચોર ક્યાં મળશે?", જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ભારતીના આ આક્રમક અંદાજની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News