VIDEO: JSSC-CGL કૌભાંડ: CID તપાસ તેજ, સફળ ઉમેદવારોના દસ્તાવેજો તપાસશે
સોર્સ : gstv
ઝારખંડમાં જેએસએસસી અને સીજીએલ પરીક્ષા કૌભાંડમાં CID દ્વારા રાંચી સ્થિત જેએસએસસી કાર્યાલયમાં દરોડા પાડીને સચિવ સુધીર ગુપ્તાની પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે, જે અગાઉના દરોડાની કડીરૂપ છે. તપાસ માત્ર રેકોર્ડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તમામ સફળ ઉમેદવારોના પ્રમાણપત્રોની પણ ચકાસણી કરાશે અને ગરબડ પકડાતા કડક કાર્યવાહી કરાશે. બીજી તરફ, પરીક્ષામાં કથિત ગરબડોને લઈ વિદ્યાર્થીઓ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. આ મામલે મંત્રી દીપિકા પાંડેયે જણાવ્યું કે, સરકારની સીઆઈડી એજન્સી સમગ્ર પરીક્ષાઓની તપાસ કરશે અને જરૂર પડ્યે ઈડીને પણ પત્ર લખાશે. આ તપાસ ન્યાયિક સમિતિની દેખરેખ હેઠળ 90 દિવસમાં પૂરી કરી ફાસ્ટ ટ્રૅક કોર્ટ દ્વારા દોષિતો સામે કડક પગલાં લેવાનો સરકારી પ્રયાસ છે.

