VIDEO: જેપીએસસી કૌભાંડ: ત્રણેય સભ્યોનું રાજીનામું મંજૂર, ૧૪મી પ્રિલિમિનરી પરીક્ષા રદ
સોર્સ : gstv
રાંચીમાં વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ વચ્ચે ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનના ત્રણ સભ્યો અજીતા ભટ્ટાચાર્ય, જમીલ અહેમદ અને અનિમા હંસદાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેને રાજ્યપાલ સંતોષ ગંગવારે સ્વીકારી લીધા છે. CID દ્વારા સમન્સ પાઠવ્યા બાદ આ પગલું લેવાયું છે. દરમિયાન, સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની બેઠકમાં હેમંત સોરેન સરકારે વિવાદાસ્પદ ૧૪મી JPSC પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ, વિવાદાસ્પદ એજન્સી દ્વારા લેવાયેલી પરીક્ષાઓની તપાસ ED દ્વારા કરાવવા પર પણ સંમતિ સધાઈ છે. છેલ્લા ૧૬ દિવસથી પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકને લઈને આંદોલન ચાલી રહ્યું હતું.

