VIDEO: રાંચીના આલ્બર્ટ એક્કા ચોક ખાતે JMM નો ચૂંટણી પંચ સામે વિરોધ, પુતળા દહન કર્યું
સોર્સ : gstv
ઝારખંડની રાજધાની રાંચીના ઐતિહાસિક આલ્બર્ટ એક્કા ચોક ખાતે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકર્તાઓએ ચૂંટણી પંચ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. પ્રદર્શન દરમિયાન JMM નેતાઓ અને કાર્યકર્તાઓએ ચૂંટણી પંચની કાર્યશૈલી સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ સ્વરૂપે પુતળા દહન કર્યું હતું. પક્ષના નેતાઓનો આરોપ છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યું છે અને લોકશાહી પ્રક્રિયાને નબળી પાડી રહ્યું છે. રસ્તા પર ઉતરેલા વિરોધકર્તાઓએ જોરદાર નારેબાજી કરીને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનને કારણે થોડો સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને પગલે સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા કામગીરી કરી હતી.

