VIDEO: ઝરખંડ 16 નક્સલીઓએ શસ્ત્રો, દારૂગોળા સાથે આત્મસમર્પણ કર્યું
સોર્સ : gstv
સુરક્ષા દળોને માઓવાદીઓ સામે મોટી સફળતા મળી છે. ઓપરેશન નવજીવન-2 હેઠળ ૧૬ નક્સલીઓએ શસ્ત્રો અને દારૂગોળા સાથે આત્મસમર્પણ કર્યું છે….સીઆરપીએફ, ઝારખંડ પોલીસ અને ઝારખંડ જગુઆરની સંયુક્ત કાર્યવાહીમાં આત્મસમર્પણ કરનારાઓમાં પોલિટબ્યુરો સભ્ય મિસિર બેસરા અને સેન્ટ્રલ કમિટી સભ્ય અસીમ મંડલની સ્ટ્રાઇક ટીમના મુખ્ય સભ્યો સામેલ છે. તેમની પાસેથી ૧૧ હથિયારો અને ૧,૫૬૨ રાઉન્ડ દારૂગોળો જપ્ત કરાયો છે….ઝારખંડ પોલીસની ટ્રિપલ સ્ટ્રાઇક વ્યૂહરચના અંતર્ગત છેલ્લા બે મહિનામાં માઓવાદી સંગઠનને ભારે ફટકો પડ્યો છે. આ સફળતા ઝારખંડ સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિનું પરિણામ છે.

