Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : jejuri fire accident pune election celebration khandoba temple ncp corporator injured

VIDEO: પૂણેના મંદિરમાં 'ગુલાલ' ઉડાડતાં ભયંકર આગ લાગી, ચૂંટણીમાં જીતની ઉજવણી દુઃખમાં ફેરવાઈ

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Jejuri Fire Accident: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ જેજુરીમાં નગર પરિષદ ચૂંટણીની જીતની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પ્રખ્યાત ખંડોબા મંદિર પરિસરમાં કાઢવામાં આવેલા વિજય સરઘસ દરમિયાન 'ભંડારા' (પીળો ગુલાલ) ઉડાડતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના બે નવનિયુક્ત મહિલા કાઉન્સિલરો સહિત કુલ 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

App Store

જીતનો જશ્ન દુઃખમાં ફેરવાયો 

નગર પરિષદ ચૂંટણીના પરિણામો બાદ જેજુરીમાં ભવ્ય જીતનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો હતો. પરંપરા મુજબ, ખંડોબા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉડાડવામાં આવતા પીળા ગુલાલ, જેને 'ભંડારા' કહેવાય છે, તે વિજય સરઘસમાં ઉડાડવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જ અચાનક આગની જ્વાળાઓ ઉઠી અને ખુશીનો માહોલ ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભીડ વચ્ચે કોઈ જ્વલનશીલ પદાર્થ અથવા ફટાકડાના સંપર્કમાં આવવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે ગુલાલમાં કોઈ કેમિકલયુક્ત પાવડરની ભેળસેળ કરવામાં આવી હતી, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ.

બે નવા ચૂંટાયેલા કાઉન્સિલર પણ દાઝ્યા 

આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા 16 લોકોમાં NCPના બે નવનિયુક્ત કાઉન્સિલર મોનિકા રાહુલ ઘાડગે અને કુમારી સ્વરૂપા ખોમણે પણ સામેલ છે. આ સિવાય, કાઉન્સિલર મોનિકા ઘાડગેના પતિ રાહુલ ઘાડગે પણ આ ઘટનામાં ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને પુણેની સસૂન હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.

સાંસદ સુપ્રિયા સુલેએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર સાંસદ સુપ્રિયા સુલેએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પ્રશાસન પાસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુલેએ પણ આશંકા વ્યક્ત કરી છે કે ભેળસેળયુક્ત 'ભંડારા' જ આ આગનું કારણ હોઈ શકે છે. જેજુરી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.