મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે, રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

સંસદના ચોમાસા સત્રની શરૂઆત પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગ

જમ્મુ કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે, રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

સંસદના ચોમાસા સત્રની શરૂઆત પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માગ

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો કે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદના આગામી ચોમાસા સત્રમાં બિલ લાવવામાં આવે. આ સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે પણ બિલ લાવવાની માંગ કરી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઇથી શરૂ થઇને 21 ઓગસ્ટ સુધી ચાલશે.

વડાપ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, "છેલ્લા પાંચ વર્ષથી જમ્મુ કાશ્મીરના લોકો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યાં છે, તેમની આ માંગ કાયદેસર પણ છે અને તેમના બંધારણીય અને લોકતાંત્રિક અધિકારો પર આધારિત છે."કોંગ્રેસના બન્ને નેતાઓએ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના સરકારના વચનની પણ યાદ અપાવ્યું હતું.

આર્ટિકલ 370 અને 35A રદ થતા જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો મળતો નથી

જમ્મુ અને કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો હાલમાં નથી. 5 ઓગસ્ટ 2019ના રોજ, ભારત સરકારે બંધારણની કલમ 370 અને 35A રદ કરી, જેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો મળતો હતો. આ પછી, જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું: જમ્મુ અને કાશ્મીર (વિધાનસભા સાથે) અને લદ્દાખ (વિધાનસભા વિના).વર્તમાન સ્થિતિ (જુલાઈ 2025):જમ્મુ અને કાશ્મીર હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેની પાસે મર્યાદિત સત્તા સાથે વિધાનસભા છે.

2024માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી, જે 2019 પછીની પ્રથમ ચૂંટણી હતી. નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસનું ગઠબંધન સત્તામાં આવ્યું, ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા.પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગણી ઘણા રાજકીય પક્ષો, ખાસ કરીને NC અને PDP, દ્વારા કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો