Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Jagdeep Dhankhar's first reaction after C.P. Radhakrishnan won the Vice Presidential election

સી.પી.રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સી.પી.રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
સોર્સ : GSTV

NDAના ઉમેદવાર સી.પી.રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા છે. સી.પી.રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા જ્યારે INDIA ગઠબંધનના ઉમેદવારને 300 મત મળ્યા હતા. સી.પી.રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતતા જ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાની પ્રતિક્રિયા આપી છે.

App Store

જગદીપ ધનખડે શું કહ્યું?

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું,  'સી.પી રાધાકૃષ્ણનના અનુભવોથી ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમા વધી જશે.' નોંધનીય છે કે, રાજીનામાં બાદ જગદીપ ધનખડનું આ પહેલું સાર્વજનિક નિવેદન છે. 

પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું નિવેદન

મંગળવારે સાંજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ સામે આવ્યા, જેમાં NDAના ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા.વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ 300 વોટ મેળવ્યા હતા. આ જીત પર પ્રતિક્રિયા આપતા જગદીપ ધનખડે કહ્યું કે, 'ઉપરાષ્ટ્રપતિ પદ પર સી.પી રાધાકૃષ્ણનની જીત જનતા દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રતિનિધિઓનો તમારા પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. તમારો જાહેર જીવનનો ઘણો અનુભવ રહ્યો છે. તમારા નેતૃત્વમાં આ પદ (ઉપરાષ્ટ્રપતિ)ની ગરિમા વધી જશે. 

ધનખડે આપ્યું રાજીનામું

નોંધનીય છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ધનખડે તેનું કારણ સ્વાસ્થ્યને લગતા કારણો જણાવ્યું હતું. વળી, રાજીનામાં બાદથી ધનખડે કોઈ નિવેદન આપ્યું નહતું, આ સિવાય તે જાહેર જીવનથી પણ દૂર થઈ ગયા હતા.