Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : It is up to wife to decide whether or not to keep child in womb; High Court

કોખમાં બાળક રાખવું કે નહીં, તે પત્ની જ નક્કી કરશે; પતિ નહીં: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
કોખમાં બાળક રાખવું કે નહીં, તે પત્ની જ નક્કી કરશે; પતિ નહીં: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સોર્સ : gstv

ઈન્દોર: મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠે (Indore Bench of MP High Court) મહિલાઓના અધિકારોના પક્ષમાં એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કાયદા દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદાની અંદર ગર્ભાવસ્થા હોય, તો ગર્ભ રાખવો કે તેનો અંત આણવો તે સંપૂર્ણપણે મહિલાનો વ્યક્તિગત નિર્ણય રહેશે. આ ચુકાદા સાથે જ કોર્ટે એક ૧૩ અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP Act) હેઠળ ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી દીધી છે.

App Store

શું હતો સમગ્ર મામલો?

આ કેસ ઈન્દોરના એક હાઈ પ્રોફાઈલ દંપતી (High-Profile Couple) સાથે જોડાયેલો છે, જેમના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે સતત વિવાદો (Marital Disputes) વધતા ગયા અને તેઓ અલગ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલા ગર્ભવતી થઈ હતી.

મહિલાએ હાઈકોર્ટમાં અરજી (Petition) કરીને જણાવ્યું કે, જ્યારે પતિ-પત્નીના સંબંધો તૂટવાના આરે હોય ત્યારે બાળકને જન્મ આપવો તેના માટે માનસિક, સામાજિક અને ભાવનાત્મક (Mental and Emotional) રીતે ખૂબ જ કઠિન સાબિત થશે. પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે ગર્ભપાતની પરવાનગી માંગી હતી.

કોર્ટની કડક નોંધ: સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પતિને નોટિસ (Notice) મોકલી હતી, પરંતુ તે અદાલતમાં હાજર થયો ન હતો. બીજી તરફ રાજ્ય સરકારે પણ આ અરજીનો કોઈ વિરોધ કર્યો ન હતો.

અનુચ્છેદ-૨૧ હેઠળ મહિલાની સ્વાયત્તતા એ મૌલિક અધિકાર

જસ્ટિસની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત ચુકાદા 'X વિરુદ્ધ પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર' નો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે: ભારતીય બંધારણના અનુચ્છેદ-૨૧ (Article 21) હેઠળ દરેક મહિલાને પોતાના શરીર અને પ્રજનન સંબંધી નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

અવાંછિત ગર્ભાવસ્થાની સૌથી વધુ અસર મહિલાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે.

કોઈ પણ મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ માતૃત્વ (Motherhood) સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં.

MTP એક્ટની મર્યાદામાં હતો કેસ

મેડિકલ તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગર્ભાવસ્થા ૧૩ અઠવાડિયા અને ૧ દિવસની હતી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ, ૧૯૭૧ મુજબ આ સમયગાળો કાયદાકીય મર્યાદાની અંદર આવે છે. આથી કાયદાકીય રીતે પણ મહિલા ગર્ભપાત મેળવવા માટે સંપૂર્ણ હકદાર સાબિત થઈ હતી.

વૈવાહિક વિવાદ અને અલગ રહેવું એ યોગ્ય આધાર

હાઈકોર્ટે રેખાંકિત કર્યું કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો ગંભીર રીતે બગડી ચૂક્યા હોય કે છૂટાછેડા (Divorce) જેવી સ્થિતિ હોય, તો તે મહિલાના માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર ઊંડી અસર કરે છે. આવા સંજોગોમાં મહિલા જો ગર્ભ રાખવા ન માંગતી હોય, તો તેને કાયદાકીય અને ન્યાયસંગત આધાર માનવામાં આવશે.

ડૉક્ટરો માટે કોર્ટની ગાઈડલાઈન્સ

હાઈકોર્ટે સંબંધિત ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને કડક સૂચના આપી છે કે:
૧. ગર્ભપાતની સમગ્ર પ્રક્રિયા સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા (Guidelines) મુજબ જ થવી જોઈએ.
૨. પ્રક્રિયા દરમિયાન મહિલાની ગોપનીયતા (Privacy), ગરિમા અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
૩. તબીબોએ આ સમગ્ર મામલામાં માનવીય સંવેદનશીલતા દાખવવી અનિવાર્ય છે.