દિવાળી પૂર્વે ISROને મોટી સફળતા: ચંદ્રયાન-2 એ સૂર્ય અને ચંદ્ર વચ્ચેના સંબંધો વિશે મહત્ત્વની માહિતી મોકલી
ISRO: Chandrayaan-2 sent important information about Sun and Moon | Chandrayaan-2: દિવાળીના પાવન અવસર પહેલા, ચંદ્રયાનને લઈને સારા સારા સમાચાર સામે આવ્યા છે.

Chandrayaan-2: દિવાળીના પાવન અવસર પહેલા, ચંદ્રયાનને લઈને સારા સારા સમાચાર સામે આવ્યા છે. ISRO દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ચંદ્રયાન-2 મિશને, તેના વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને, 'સૂર્યમાંથી કોરોનલ માસ ઇજેક્શન (CMEs)'ની ચંદ્ર પર થતી અસર સૌ પ્રથમ વખત નિર્ધારિત કરી છે. આ શોધને સૂર્ય અને ચંદ્ર વચ્ચેના સંબંધની સમજણમાં એક મોટી પ્રગતિ માનવામાં આવે છે.
શોધનું મહત્ત્વ અને મિશનની વિગતો આપતા
ISROએ જણાવ્યું હતું કે. 'આ માહિતી ચંદ્રના બાહ્યમંડળ (ચંદ્રનું ખૂબ જ પાતળું વાતાવરણ) અને તેની સપાટી પર અવકાશ હવામાનની અસરોને સમજવામાં મદદરૂપ થશે. ચંદ્રયાન-2 મિશનને 22 જુલાઈ, 2019ના રોજ શ્રીહરિકોટાથી GSLV-MkIII-M1 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં આઠ વૈજ્ઞાનિક સાધનો હતા. મિશને 20 ઓગસ્ટ, 2019ના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો.
CHACE-2 સાધનનો ફાળો
ISROના પ્રકાશન મુજબ, ચંદ્રયાન-2 પરના એક સાધન, ચંદ્રયાન વાતાવરણીય કમ્પોઝિશનલ એક્સપ્લોરર-2 (CHACE-2), એ ચંદ્રના બાહ્ય વાતાવરણ પર સૂર્યમાંથી આવેલા કોરોનલ માસ ઇજેક્શનની અસર રેકોર્ડ કરી છે. CHACE-2 સાધનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના તટસ્થ બાહ્યમંડળની રચના, હદ અને તેમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનો છે.
કોરોનલ માસ ઇજેક્શન (CME) અને તેની ચંદ્ર પર અસર
કોરોનલ માસ ઇજેક્શન (CME)એ સૌરમંડળમાં થતા શક્તિશાળી વિસ્ફોટો છે. આ વિસ્ફોટો દરમિયાન, સૂર્ય હિલીયમ અને હાઇડ્રોજન આયનછોડે છે. ચંદ્ર પર આ CMEsની અસર રેકોર્ડ કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ચંદ્ર પાસે કોઈ વાતાવરણ નથી અને કોઈ મજબૂત ચુંબકીય ક્ષેત્ર પણ નથી. ચંદ્રયાનના ડેટા દર્શાવે છે કે CME ચંદ્ર પર અથડાયા બાદ, તેના પાતળા વાતાવરણ પરનું દબાણ હજાર ગણું વધી ગયું હતું. ચંદ્ર પરના આ અત્યંત પાતળા વાતાવરણને એક્સોસ્ફિયર કહેવામાં આવે છે, જેમાં ગેસના અણુઓ હાજર હોય છે. તે ચંદ્રની સપાટીને અડીને આવેલું હોવાથી તેને સપાટીની સીમા એક્સોસ્ફિયર પણ કહેવાય છે. આ એક્સોસ્ફિયર ઉલ્કાના સંપર્ક અથવા સૂર્યપ્રકાશ અને સૌર પવન દ્વારા રચાય છે. આ શોધને સૂર્ય અને ચંદ્ર વચ્ચેના સંબંધની સમજણમાં એક મોટી પ્રગતિ માનવામાં આવે છે.








