VIDEO: આઈએસઆઈ સમર્થિત આતંકી નેટવર્કનો પર્દાફાશ, ૨૦૦થી વધુની ધરપકડ: ગૃહ મંત્રાલય
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસ પહેલા ISI સમર્થિત આતંકવાદી જૂથ શહઝાદ ભટ્ટી નેટવર્કના ૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરીને દેશમાં મોટા વિધ્વંસક હુમલાની યોજનાઓ નિષ્ફળ બનાવવામાં આવી છે. દેશના ૧૪ રાજ્યોમાં હાથ ધરાયેલી સંકલિત કાર્યવાહી દરમિયાન આતંકીઓ પાસેથી IED, પાકિસ્તાની ગ્રેનેડ, પિસ્તોલ, કારતૂસ અને જાસૂસી માટેના સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવ્યા છે. આ સફળ ઓપરેશન આતંકવાદ પ્રત્યે ભારત સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિને સ્પષ્ટપણે દર્શાવે છે.

