Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Is the increasing suicide rate among students due to the failure of the system? Find out what the Supreme Court said about this

વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઇડલાઇન જાહેર

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઇડલાઇન જાહેર
સોર્સ : Google

થોડા સમયથી અવાર નવાર Studentsના આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. પરંતુ આમ થવા પાછળનું મુખ્ય કારણ શું છે? તે સમજી શકાતું નથી. શું આની પાછળ માતા-પિતા જવાબદાર છે?, કે પછી તંત્રની બેદરકારીને લીધે આમ થાય છે? હાલમાં જ, School, College અને Coatching Centersમાં Studentsમાં માનસિક તણાવ, આત્મહત્યાનું પ્રમાણ વધવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને Supreme Courtએ સમગ્ર દેશ માટે Guideline જાહેર કરી છે. આ Guideline વિદ્યાર્થીઓની આ પ્રકારની સમસ્યાઓના ઉકેલ લાવવા માટે જાહેર કરાઇ છે. Rajsthanના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ વધવાની સુપ્રીમે નોંધ લીધી હતી.

App Store

2022માં Stdentsની આત્મહત્યા કેસ

Supreme Courtમાં Stdentsની આત્મહત્યાના કુલ આંકડા પણ રજુ થયા હતા, National Crime Record Bureauના આંકડા મુજબ વર્ષ 2022માં આત્મહત્યાની 1,70,924 ઘટના સામે આવી હતી. જેમાંથી 7.6% એટલે કે 13044 Studentsનો સમાવેશ થાય છે કે જેમણે માનસિક તણાવને કારણે જીવન ટુંકાવી લીધું. Supremeની બેંચે નોંધ્યું હતું કે જે પણ Studentsએ આત્મહત્યા કરી તેમાંથી  2,248એ પરીક્ષામાં નિષ્ફળ જવાને કારણે જીવન ટુંકાવ્યું. છેલ્લા બે દસકામાં Studentsની આત્મહત્યાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2001માં આંકડો 5,425 હતો જે 2022માં વધીને 13,044એ પહોંચી ગયો

વધતા આત્મહત્યાના પ્રમાણનું કારણ તંત્રની નિષ્ફળતા છે: Supreme

Supreme Courtએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, Studentsમાં આત્મહત્યાનું વધી રહેલુ પ્રમાણ તંત્રની નિષ્ફળતાની નિશાની છે.  તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી હોત અને આ મુદ્દે ધ્યાન કેન્દ્રીત કર્યું હોત તો આ વિદ્યાર્થીઓને બચાવી શકાયા હોત. આ સહિત, Supreme Courtના ન્યાયાધીશ Vikramnath અને ન્યાયાધીશ Sandeep Mahetaની બેંચે કહ્યું હતું કે, Studentsમાં વધી રહેલી આત્મહત્યા ખરેખર એક ગંભીર મામલો છે, જેને પગલે બંધારણીય દખલ દેવી જરૂરી છે. Visakhapatnamમાં એક હોસ્પિટલની છત પરથી પડવાથી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. જે NEETની તૈયારી કરી રહી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જ Supreme Courtએ સમગ્ર દેશના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી 15 જેટલી Guideline જાહેર કરી છે. સાથે જ વિદ્યાર્થિનીના મૃત્યુની તપાસ CBIને સોંપવા આદેશ કર્યો હતો.  

Supreme Courtનો આદેશ

આ બાબત પર Supremeએ પોતાના આદેશમાં કહ્યું છે કે, દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ Studentsના સ્વાસ્થ્યની સમાન પોલિસી લાગુ કરવાની રહેશે. કેન્દ્ર સરકારના ઉમ્મીદ કાર્યક્રમને યોગ્ય રીતે અમલ કરવા કહ્યું છે, UMMEED એટલે કે ઉમ્મીદનો અર્થ થાય છે Understand, Motivate, Manage, Empathise, Empower એન્ડ Develop. Studentsમાં માનસિક તણાવ ઘટાડવો અને તેમને આત્મહત્યા કરતા અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા Supreme Courtએ રાજ્યોને આદેશ આપ્યો છે. Supremeએ આદેશ આપ્યો છે કે 100 કે તેથી વધુ Student ધરાવતી દરેક શૈક્ષણિક સંસ્થાએ એક માન્ય Counseller, Psychologist કે Social Workerની ભરતી કરવાની રહેશે. ઓછા વિદ્યાર્થી હોય તો બહારથી સેવા લેવામાં આવે. અત્યંત ઉંચી ઇમારતોમાં Rooftop, Balcony પર જતા અટકાવવા, Temper Proof Ceiling Fan લગાવવા. Coaching Centersમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર તૈયાર કરવાનું રહેશે.  આ તમામ નિયમો 2 મહિનાની અંદર લાગુ કરવા Supremeએ કહ્યું છે.