VIDEO: ઇંદોર: વિદ્યાર્થીઓને છત્રીનું વિતરણ
સોર્સ : gstv
મધ્ય પ્રદેશના ઇંદોર સ્થિત ભંવરકુઆં ચોકડી પર ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપવા કોંગ્રેસ નેતા સજ્જન સિંહ વર્મા પહોંચ્યા હતા. તડકા અને વરસાદથી બચાવવા માટે તેમણે આંદોલનકારી વિદ્યાર્થીઓને છત્રીઓ અર્પણ કરી હતી. વર્માએ વિદ્યાર્થીઓની માંગણીઓને વાજબી ગણાવી ચૂંટણી પંચ અને સરકાર સામે તીખા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાની આ હાજરીથી વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને બળ જોવા મળ્યું હતું.

