VIDEO: ભારત-કઝાકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત સૈનિકોની કૌશલ્યવર્ધક તાલીમ
સોર્સ : gstv
ભારત અને કઝાકિસ્તાન સશસ્ત્ર દળો વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત કાઝિન્દ-૨૦૨૬ની નવમી આવૃત્તિ કઝાકિસ્તાનના ઓસ્કેમેનમાં જારી છે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના સૈનિકો વચ્ચે લડાઈ કૌશલ્ય, પરસ્પર સંકલન અને આંતર-કાર્યક્ષમતાને વધુ મજબૂત કરવાનો છે...૨૮ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ સંયુક્ત તાલીમ દ્વારા સૈનિકોને ઓપરેશનલ અનુભવોનું આદાન-પ્રદાન કરવાની ઉત્તમ તક મળી રહી છે. તાજેતરની પ્રવૃત્તિઓમાં સૈનિકોએ સંયુક્ત શારીરિક તાલીમ અને રમતગમતમાં ભાગ લીધો હતો....અખ્મિરોવો તાલીમ ક્ષેત્રે યોજાયેલી વ્યૂહાત્મક નેવિગેશન કવાયતે સૈનિકોની કુશળતાને વેગ આપ્યો છે.

