મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને ટેક્સ સ્લેબથી બહાર રાખવામાં આવ્યા છે

ભારતના ટેક્સ સ્લેબ હેઠળ આવતા દરેક નાગરિકની ટેક્સ પે કરવાની જવાબદારી છે, ત્યારે તમને

ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને ટેક્સ સ્લેબથી બહાર રાખવામાં આવ્યા છે

ભારતના ટેક્સ સ્લેબ હેઠળ આવતા દરેક નાગરિકની ટેક્સ પે કરવાની જવાબદારી છે, ત્યારે તમને ભારતના એક રાજ્ય વિશે જણાવીશું કે જ્યાંના નાગરિકોને ઈન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. જે ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય સિક્કિમ છે. જેમાં સિક્કિમના નાગરિકોને ટેક્સ સ્લેબથી બહાર રાખવામાં આવ્યું છે.

ભારતના સિક્કિમ રાજ્યને ભારતીય આયકાર અધિનિયમની કલમ 10 (26AAA) હેઠળ ટેક્સ ફ્રી જાહેર કરાયું છે. સિક્કિમ 330 વર્ષથી વધુ સમય માટે એક સ્વતંત્ર હુકુમતમાં હતું. આમ 1975માં સિક્કિમ ભારતમાં ભળ્યા બાદ તે ભારતનું 22મું રાજ્ય બન્યું હતું.

અહીં કોઈપણ ટેક્સ ચૂકવવાની જરૂર નથી

આ વિલિનીકરણ એક ખાસ શરત પર થયું હતું. જેમાં સિક્કિમનું જૂનું ટેક્સ સ્લેબ ભારતમાં ભળી ગયા પછી પણ ચાલુ રહેશે. સિક્કિમના ટેક્સ નિયમો અનુસાર, અહીંના નાગરિકોને તેમની આવક ગમે તે હોય, કોઈપણ ટેક્સ ચૂકવવાની જરૂર નથી.

બંધારણ હેઠળ છે ટેક્સ પેમાં છૂટ

ભારતીય આયકાર અધિનિયમની કલમ 10 (26AAA) મુજબ, સિક્કિમમાં રહેતા દરેક નાગરિકોને કોઈપણ ક્ષેત્રમાંથી મળતી આવક અથવા વ્યાજ પર ટેક્સ ભરવામાંથી છૂટ આપવામાં આવી છે. આ છૂટનો લાભ એ લોકોને મળે છે, જે 26 એપ્રિલ, 1975 સુધી સિક્કિમમાં વસવાટ કર્યો હોય.

ક્યારે લાગુ નહીં થાય આ નિયમ?

- કોઈ વ્યક્તિ અન્ય રાજ્યમાંથી આવીને સિક્કિમમાં વસવાટ કર્યો હોય.

- જો કોઈ સિક્કિસનો રહેવાસી છે અને અન્ય રાજ્યમાં જઈને કમાણી કરે છે તો તેમને ટેક્સ ભરવો પડશે.

સિક્કિમના લોકો માટે ટેક્સ ફ્રીનો કાયદો ઘણો ફાયદાકારક છે, પરંતુ દેશના અન્ય ક્ષેત્રમાં ટેક્સેશનની સમાનતાની વિરૂદ્ધનો એક મોટો મુદ્દો રહ્યો છે. જ્યારે સિક્કિમના રહેવાશી આ છૂટને પોતાની સંસ્કૃતિ અને રાજકિય ઓળખનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો માને છે. આ વિશેષ પ્રાધાન્ય સિક્કિમના અનોખા ઇતિહાસ અને ભારતીય સંઘમાં તેના વિલીનીકરણની પરિસ્થિતિઓનું પરિણામ છે.

આ સમાચાર શેર કરો