Video: "'ભારતના સૌથી બેજવાબદાર નેતા...' રાહુલ ગાંધી પર ભડક્યા પૂર્વ કેન્દ્રીય મંત્રી

વિપક્ષી દળો દ્વારા સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલા માર્ચ અને પ્રદર્શનને લઈને ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. પટનામાં મીડિયા સાથે વાતચીત કરતાં ભાજપ સાંસદે રાહુલ ગાંધીને દેશના સૌથી બેજવાબદાર નેતા ગણાવ્યા હતા.
રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી આ દેશના સૌથી બેજવાબદાર રાજનેતા છે. તેઓ દેશની સર્વોચ્ચ અદાલત—સુપ્રીમ કોર્ટ સામે જઈને પ્રદર્શન કરવાની વાતો કરી રહ્યા છે." તેમણે વધુમાં ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, રાહુલ ગાંધી એવા તત્વો અને વિચારધારા ધરાવતા લોકોની પડખે ઊભા છે જેઓ ભારતમાં પણ પાડોશી દેશ બાંગ્લાદેશ જેવો હિંસક વિદ્રોહ અને અરાજકતા પેદા કરવા માગે છે.
ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરવાના એલાનને લઈને ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે, ત્યારે રવિશંકર પ્રસાદના આ નિવેદને રાજકીય માહોલ વધુ ગરમાવી દીધો છે.






