VIDEO : જામનગર નજીકના વાડીનાર પોર્ટ પર ભારતીય ક્રૂડ ઓઈલ ટેન્કર 'દેશ વૈભવ' આગમન
ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થયેલા વિનાશક યુએસ-ઈરાન સંઘર્ષ બાદ આખરે શાંતિના સંકેતો દેખાઈ રહ્યા છે. ૧૭ જૂનના રોજ હસ્તાક્ષર કરાયેલા 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ' અંતર્ગત, બંને દેશોએ ૬૦ દિવસીય વાટાઘાટો શરૂ કરી છે. આ યુદ્ધ દરમિયાન સૌથી વધુ અસર વિશ્વના તેલ પુરવઠા પર પડી હતી, કારણ કે ઇરાને હોર્મુઝની સામુદ્રધુનીને નાકાબંધી કરી બંધ કરી દીધી હતી. જોકે, નવા કરાર મુજબ હવે આ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે જામનગર નજીક આવેલા વાડીનાર પોર્ટ પર ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઈલ ટેન્કર 'દેશ વૈભવ' આવી પહોંચવાની અપેક્ષા છે. આ જહાજનું આગમન વાડીનાર બંદર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં પોર્ટ વિસ્તારમાં સામાન્ય કામગીરી ચાલી રહી છે અને ટેન્કરના સ્વાગત માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ જહાજની અવરજવરથી આ વિસ્તારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય અને આર્થિક ગતિવિધિઓને વેગ મળી શકે છે.

