Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indian company gets oil and gas reserves, India's energy security will be stronger!

ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર, ભારતની ઊર્જા સુરક્ષા થશે વધુ મજબૂત!

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર, ભારતની ઊર્જા સુરક્ષા થશે વધુ મજબૂત!
સોર્સ : GSTV

ભારતના ઊર્જા ક્ષેત્ર માટે સારા સમાચાર મળ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, આફ્રિકન દેશ લિબિયામાં ભારતીય કંપનીઓને ક્રૂડ ઓઇલ અને ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ મહત્ત્વની શોધ લિબિયાના ગદામસ બેસિન વિસ્તારમાં થઈ છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી કંપનીઓ 'ઓઇલ ઇન્ડિયા લિમિટેડ' અને 'ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ' ભાગીદાર તરીકે કામ કરી રહી છે, જ્યારે અલ્જેરિયાની કંપની સિપેક્સ આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે.

App Store

ગેસ અને ઓઇલના ઉત્પાદનમાં થશે વધારો

આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 8440 ફૂટની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ કૂવામાંથી દરરોજ 13 મિલિયન ક્યુબિક ફૂટ ગેસ અને 327 બેરલ કન્ડેન્સેટ(ઓઇલ જેવું પ્રવાહી) મેળવી શકાશે. મંત્રાલયે આ સિદ્ધિને ભારતીય ઊર્જા કંપનીઓના વૈશ્વિક સ્તરે વધી રહેલા પ્રભાવના ઉદાહરણ તરીકે ગણાવી છે. આ નવી શોધને કારણે ભારતની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત થશે અને ભવિષ્યમાં દેશની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ આ મોટી સફળતા બદલ કંપનીઓને અભિનંદન આપ્યા છે.