VIDEO: ભારત-ચીન સરહદ વિવાદ: NSA અજિત ડોભાલ અને વાંગ યી વચ્ચે બેઇજિંગમાં વિશેષ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો શરૂ કરી
સોર્સ : gstv
વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LACના મુદ્દા ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો બેઇજિંગમાં યોજાઈ છે. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી આ બેઠકનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ચર્ચામાં બફર ઝોન અને પેટ્રોલિંગ જેવા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. અગાઉ, ઓક્ટોબર 2024માં પૂર્વી લદ્દાખના ડેપ્સાંગ અને ડેમચોક ખાતેના ઘર્ષણ બિંદુઓનો અવરોધ ઉકેલાયો હતો, ત્યારે આ નવી બેઠકથી સરહદી વિવાદોના ઉકેલને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

