VIDEO: છત્રસાલ સ્ટેડિયમમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી
સોર્સ : gstv
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, સુરક્ષા જવાનો, વિદ્યાર્થીઓ અને અન્ય મહાનુભાવો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિની વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો સંદેશ આપ્યો હતો. સમગ્ર છત્રસાલ સ્ટેડિયમમાં દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.

