Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : In the Lok Sabha, the opposition demanded the resignation of the education minister, the government said - ready for a discussion on the NEET paper leak.

VIDEO: લોકસભામાં વિપક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની કરી માગ, સરકારે કહ્યું- NEET પેપર લીક પર ચર્ચા માટે તૈયાર

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના નીચલા ગૃહ લોકસભામાં NEET પેપર લીક મામલે વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે તીવ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. એક તરફ વિપક્ષે દેશના શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ પર અડગ વલણ અપનાવ્યું છે, તો બીજી તરફ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સંવેદનશીલ મુદ્દે તમામ નિયમો મુજબ ચર્ચા કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે.

App Store

શિક્ષણ મંત્રી રાજીનામું આપે

લોકસભાની કાર્યવાહી દરમિયાન કૉંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે શિક્ષણ મંત્રી સામે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, "અમારી માગ એકદમ સ્પષ્ટ છે. દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલી ગડબડ બાદ શિક્ષણ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ."

સરકાર 3 દિવસથી ચર્ચા માટે તૈયાર

વિપક્ષના આક્ષેપો અને હંગામા સામે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સરકારનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા ત્રણ દિવસથી NEET પેપર લીક મામલે ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર છે. કિરેન રિજિજુએ ગૃહમાં કહ્યું કે, "સરકાર પ્રથમ દિવસથી જ કહી રહી છે કે ગૃહના નિયમો અનુસાર ચર્ચા થવી જોઈએ. સરકાર NEET પેપર લીક મુદ્દે એક અર્થપૂર્ણ અને અર્થસભર ચર્ચા કરવા ઈચ્છે છે. અમે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય જેવા મહત્વપૂર્ણ વિષય પર ગંભીરતાથી ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ."

જણાવી દઈએ કે, મલ્લિકાર્જૂન ખડગેએ પણ કહ્યુંકે પહેલા શિક્ષણ મંત્રીનું રાજીનામું લો. પછી અમે ચર્ચા કરવા તૈયાર છીએ. વિપક્ષી નેતાઓ શિક્ષણ મંત્રીના રાજીનામા વગર ચર્ચા શરૂ કરવાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે ચર્ચાથી ભાગવાને બદલે વિપક્ષે ગૃહ નિયમ મુજબ ચાલવા દેવું જોઈએ.