Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Important meeting of Union Ministers on Monday under the chairmanship of PM Modi

VIDEO: પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમવારે કેન્દ્રીય મંત્રીઓની મહત્ત્વની બેઠક

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્ર સરકારના મંત્રીઓના કામકાજને લઈને સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્ત્વની બેઠક થવાની છે. જેમાં કેટલાક મંત્રીઓના કામ, પ્રદર્શનથી જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત થશે. આગામી બેઠકને સંભવિત કેબિનેટ ફેરબદલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તેવામાં કોનું પત્તું કપાશે અને કોને પ્રમોશન મળશે, તેના પર સૌની નજર છે. આ બેઠકમાં ખાસ કરીને સામાજિક ન્યાય અને જાહેર કલ્યાણ સંબંધિત કામો પર ધ્યાન રહેશે. એટલાં માટે જેમના વિભાગો સામાજિક કલ્યાણાથી સંબંધિત છે તેવા ફક્ત રાજ્ય મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. સોમવારની ચર્ચા મુખ્યત્ત્વે શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને કૃષિ મંત્રાલય પર કેન્દ્રિત હશે. જેમાં આયોજિત યોજનાઓ જમીન પર કઈ ગતિએ લાગુ કરવામાં આવી છે અને મંત્રીઓએ તેમની જવાબદારીઓ કેવી રીતે નિભાવી છે તેનું મૂલ્યાંકન કરશે. આ બેઠકમાં જવાબદારી પણ એક મુખ્ય પાસું હશે. ખાસ કરીને સોંપાયેલી જવાબદારીઓ અંગે મંત્રીઓની કામગીરીની ચર્ચા કરવામાં આવશે.   

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsdelhi