VIDEO: IMFએ જણાવ્યું કે ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થાએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના પ્રવક્તા જૂલી કોઝાકે ભારતની આર્થિક ગતિશીલતા અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો વાસ્તવિક જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો હતો – જે આંકડો IMFના સ્ટાફના અંદાજો અને અન્ય આર્થિક વિશ્લેષકોની અપેક્ષાઓ કરતાં પણ વધારે હતો.
જૂલી કોઝાક અનુસાર, ભારતના અર્થતંત્રમાં થયેલો ૭.૮ ટકાનો વિસ્તાર મુખ્યત્વે સેવા ક્ષેત્ર અને નિકાસમાં અપેક્ષા કરતાં વધુ સારી કામગીરીને આભારી હતો. આ બંને ક્ષેત્રોએ આર્થિક વિસ્તાર માટે મજબૂત પાયો પૂરો પાડ્યો, જેનાથી વિકાસ દર અંદાજો કરતાં પણ આગળ વધી ગયો. IMFના પ્રવક્તાએ આ કામગીરીને ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાના સંકેત તરીકે વર્ણવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, વૈશ્વિક ઊર્જાના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ કે આંચકાઓ છતાં ભારતીય આર્થિક પ્રવૃત્તિની આ ગતિ જળવાઈ રહી છે.

