Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani Ports Q1 earnings: Net profit rises 47 percent

જૂન ત્રિમાસિક ગાળામાં અદાણી પોર્ટનો નફો 47 ટકા વધીને રૂ.3107 કરોડ થયો

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2024
લાઇવ ટીવીGoogle News
જૂન ત્રિમાસિક ગાળામાં અદાણી પોર્ટનો નફો 47 ટકા વધીને રૂ.3107 કરોડ થયો

Adani Ports Q1 earnings : વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના જૂન 1ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 47 ટકા વધીને રૂ.3,107 કરોડ થયો છે.

App Store

નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં કંપનીનો ચોખ્ખો નફો રૂ.2,119 કરોડ હતો. APSEZએ શેરબજારને માહિતી આપી હતી કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂ.8,054.18 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ.6,631.23 કરોડ હતી.

આ સમયગાળા દરમિયાન કંપનીનો ખર્ચ વધીને રૂ. 4,238.94 કરોડ થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 4,065.24 કરોડ હતો. કંપનીના હોલ-ટાઇમ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત અમારા માટે મજબૂત રહી છે. નાણાકીય અને વૃદ્ધિ બંને મોરચે અમારું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે.