VIDEO: ગેરકાયદેસર અટકાયત કેસ: બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ૨૬ વર્ષીય યુવકને ૨ લાખ રૂપિયા વળતર ચૂકવવા આપ્યો આદેશ
સોર્સ : gstv
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે અકોલા પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત કરાયેલા ૨૬ વર્ષીય યુવક વૈભવ સૂર્યવંશીને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે પોલીસે અરજદારને અટકાયતમાં રાખીને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાળકે અને રાજ વાકોડેની બેન્ચે પોતાના ચુકાદામાં નોંધ્યું કે કાયદો ચલાવનારાઓની ફરજ માત્ર વ્યક્તિગત આરોપીઓ સામે જ નહીં, પરંતુ સમગ્ર સમુદાય પ્રત્યે પણ છે. કોર્ટે પોલીસ તંત્રને સારાનું રક્ષણ અને ખરાબને સજા કરવાના મૂળભૂત સૂત્રની યાદ અપાવી હતી.

