VIDEO: જો લોકોનો ચૂંટણી પરથી ભરોસો ઊઠી ગયો તો લોકશાહીમાં શું બચશે?: અબ્દુલ્લા
સોર્સ : gstv
ચૂંટણી પંચને લઈને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થન કરતા કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યું. તેમણે કહ્યું કે આ રિપોર્ટ સામે આવ્યા પછી જો લોકોનો ચૂંટણી પરથી ભરોસો ઊઠી જાય છે, તો આ લોકશાહી માટે શરમજનક બાબત છે. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, આ રિપોર્ટ આવ્યા પછી ટૂંક સમયમાં જ સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે અને જો લોકોનો ચૂંટણી પરથી ભરોસો ઊઠી ગયો તો લોકશાહીમાં શું બચશે? અબ્દુલ્લાનું કહેવું છે કે ઈલેક્શન કમિશનના કામ કરવાની પદ્ધતિ અંગે સતત ફરિયાદો મળી છે, પરંતુ સરકારે આના પર કઈં જ ન કર્યું.

