'હું મંદિરમાં માથું નમાવીશ પરંતુ ગંગામાં સ્નાન નહીં કરું', રાજ ઠાકરે 'મરાઠી મુસ્લીમ' કાર્ડ પણ રમ્યા
મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત 29 મ્યુનિસિપલ કો

મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બધા રાજકીય પક્ષો લોકોને રિઝવવા અવનવા વચનો આપવા સાથે એકબીજી પાર્ટી વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે.MNS વડા રાજ ઠાકરે અને શિવસેના UBT વડા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર, સામનાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, શિવસેના UBT સાંસદ સંજય રાઉતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને અનેક પ્રશ્નો પૂછ્યા. ઇન્ટરવ્યુ દરમિયાન, રાજ ઠાકરેએ કહ્યું કે તેઓ મંદિરમાં માથું નમાવશે પણ ગંગાનું પાણી નહીં પીવે.
સંજય રાઉત: હિન્દુત્વ વિરોધી હોવા બદલ તમારી ટીકા થઈ શકે છે?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, "આનો હિન્દુત્વ સાથે શું સંબંધ છે? ધારો કે હું કાલે મંદિરમાં જઈને માથું નમાવીશ, અને તમે જો ગંગાનું પાણી પીવાનું કહેશો તો પણ હું નહીં પીવું. હું ગંગા જ્યાંથી નીકળે છે ત્યાંનું પાણી પી શકું છું. જણાવી દઈએ કે, રાજ ઠાકરેએ અગાઉ ગંગા નદી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે ગંગા નદીની સ્વચ્છતા અને પાણીની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેઓ આવી નદીમાં ડૂબકી નહીં લગાવે. જણાવી દઈએ કે હાલ માઘ સ્નાન ચાલી રહ્યું છે ત્યારે અનેક ભાવિકો ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.
રાજ ઠાકરેએ "મરાઠી મુસ્લિમ" કાર્ડ પણ રમ્યા
રાજ ઠાકરેએ હિન્દુ-મરાઠી મેયરોના નિવેદનને નવો વળાંક આપ્યો છે. સાથે "મરાઠી મુસ્લિમ" કાર્ડ પણ રમ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે, દરેક રાજ્યમાં હિન્દુઓ અલગ છે કારણ કે દરેક રાજ્યનું કલ્ચર અલગ છે. સંસ્કૃતિ અલગ છે. તેવી જ રીતે દરેક રાજ્યમાં મુસ્લિમો પણ અલગ છે. પેઢીઓ અને વર્ષોથી મહારાષ્ટ્રમાં રહેતો મુસ્લિમો મરાઠી મુસ્લિમ છે, જે મરાઠી બોલે છે.
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, "આ જ મુદ્દા પર 2009 અથવા 2010 માં હજ સમિતિ કાર્યાલયમાં વિરોધ પ્રદર્શન થયું હતું. તે સમયે હજ સમિતિમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનું વર્ચસ્વ હતું. અને મહારાષ્ટ્રના મરાઠી મુસ્લિમોને હજ પર જવાની મંજૂરી નહોતી.અમારી પાર્ટીએ તે સમયે વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં અસંખ્ય મુસ્લિમો છે. અમારી પાસે સલીમ મામા છે, તે મરાઠી મુસ્લિમ છે."
રાજ ઠાકરેએ કહ્યું કે, ક્રિકેટર ઝહીર ખાન છે, તે પણ મરાઠી મુસ્લીમ છે, સંગેમરમરનો. જ્યારે પણ અમે રૂબરૂ મળીએ ત્યારે મરાઠીમાં જ વાતો કરીએ છીએ.








