Video: મારો જન્મ ભારતમાં થયો છે, અમે અહીં જ રહીશું, અમારે દર છ મહિને વિદેશ જવાની કોઈ જરૂર નથી: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ પર આકરો કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમારો જન્મ ભારતમાં થયો છે અને અમે અહીં જ રહીશું, અમારે દર છ મહિને વિદેશ જવાની કોઈ જરૂર નથી…વિપક્ષ દ્વારા મત ચોરીના આક્ષેપોનો જવાબ આપતા તેમણે હિન્દીમાં કહ્યું કે અમિત શાહ અહીં જ રહે છે અને દેશના લોકોની વચ્ચે જ રહેશે. જોકે તેમણે સીધી રીતે રાહુલ ગાંધીનું નામ લીધું ન હતું, પરંતુ આ નિવેદન સ્પષ્ટપણે રાહુલની વિદેશ યાત્રાઓ તરફ ઈશારો હતો... તાજેતરમાં જ રાહુલ ગાંધી વિયેતનામ જતી ફ્લાઈટમાં જોવા મળ્યા હતા, જેને લઈને ભાજપ સતત તેમના પર પ્રહારો કરી રહ્યો છે.





