Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "I am being humiliated by considering me untouchable!", a big blast of Khadge in Parliament, BJP is also stunned!

VIDEO: "મને અછૂત સમજીને અપમાનિત કરાય છે!", સંસદમાં ખડગેનો મોટો ધડાકો, ભાજપ પણ સ્તબ્ધ!

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના ચોમાસું સત્રના આખરી દિવસે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગૃહના નેતા તથા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે તીખી બહેસ જોવા મળી હતી. ખડગેએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમને અછૂત સમજીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે, જેની સામે ભાજપે આ આરોપોને ફગાવીને તપાસની ખાતરી આપી હતી.

App Store

ગૃહમાં પોતાના દલિત હોવાનો ઉલ્લેખ કરતા મલ્લિકાર્જુન ખડગેએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "હું આ મુદ્દાને રાજકીય બનાવવા નથી માગતો. હું વર્ષોથી આ ગૃહનો સભ્ય રહ્યો છું. હું અનુસૂચિત જાતિ (દલિત) સમુદાયમાંથી આવું છું. મને મદદ કરો અને મારું રક્ષણ કરો – આવી વિનંતી મેં ક્યારેય કોઈની સામે નથી કરી. મારામાં લડવાની શક્તિ છે અને હું લડું પણ છું. પરંતુ તમે મને અછૂત સમજો છો, મારું 'શુદ્ધીકરણ' કરો છો અને મારું અપમાન કરો છો."

મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન બાદ ગૃહમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર આરોપોનો જવાબ આપતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ સ્પષ્ટતા કરી હતી કે, "હું પહેલા પણ કહી ચૂક્યો છું કે ભારતીય જનતા પાર્ટી આવી પ્રવૃત્તિઓનું સમર્થન કરતી નથી. આ ઘટના આપણા સૌ માટે અને સમગ્ર દેશ માટે ખેદજનક છે. અમે આ બાબતની ચોક્કસ તપાસ કરાવીશું. પરંતુ જો ખડગે સાહેબ એવું કહે કે 'તમે આવું કરો છો', તો એ યોગ્ય નથી..."