VIDEO: હું મેદાન પર લડનારો કાર્યકર છું: ધર્મેન્દ્ર પ્રધાન
સોર્સ : gstv
ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જયરામ રમેશે પ્રધાનને કહ્યું કે, આવું તો ચાલ્યા કરે… તો પ્રધાને તુરંત જવાબ આપીને કહ્યું કે, કંઈ થયું જ નથી… પ્રધાને એવું પણ કહ્યું કે, હું મેદાન પર લડનારો કાર્યકર છું, એસી રૂમમાં બેસીને રાજકારણ કરનારો નેતા નથી. પ્રધાનનું આ નિવેદન એ સંકેત છે કે, તેમનો ઉત્સાહ હજુ પણ ઊંચો છે. તેઓ આગામી જવાબદારી પણ નિભાવવા માટે તૈયાર છે. એવું કહેવાય છે કે, ભાજપ તેમને સંગઠનમાં કોઈ મોટી જવાબદારી અથવા આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની કમાન સોંપી શકે છે. તેમને 2022માં યુપી વિધાનસભા ચૂંટણીમાં પ્રભારી બનાવાયા હતા.

