હાઈએલર્ટ વચ્ચે મુર્શિદાબાદમાં બાબરી મસ્જીદનો પાયો નંખાયો, 3 હજાર સુરક્ષાકર્મી એલર્ટ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા બેલડાંગામાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પે

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા બેલડાંગામાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીર શનિવારે બાબરી મસ્જિદનો પાયો નાંખ્યો છે. તેમના સમર્થકો સવારથી માથા પર ઈંટો લઈને નિર્માણ સ્થળે આવવા લાગ્યા હતા. લોકો સવારથી જ માથા પર, ટ્રેક્ટરમાં તેમજ ઈ રિક્ષામાં ઈંટો લાવી રહ્યા હતા. બેલડાંગા સહિત આસપાસનો વિસ્તાર આજે હાઈ એલર્ટ પર છે.
જણાવી દઈએ કે, હુમાયુ કબીરે 25 નવેમ્બરે કહ્યું હતું કે, તે 6 ડિસેમ્બરે અયોધ્યામાં તોડી પડાયેલો વિવાદિત ઢાંચો- બાબરી મસ્જિદ વિધ્વંશના 33 વર્ષ પૂર્ણ થવા પર બાબરી મસ્જીદનો પાયો નાંખશે. મમતા બેનર્જીની પાર્ટીએ હુમાયુ કબીરને પાર્ટીમાંથી 4 ડિસેમ્બરે બરતરફ કર્યા હતા.
જણાવી દઈએ કે, કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે મસ્જિદ નિર્માણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે બેલડાંગા અને રાનીનગર પોલીસ સ્ટેશનના વિસ્તાર અને આસપાસ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની 19 ટીમો, રેપિડ એક્શન ફોર્સ, બીએસએફ, સ્થાનિક પોલીસની અનેક ટીમો સહિત 3 હજારથી વધુ જવાનો તહેનાત કર્યાં છે.
હુમાયુ કબીરે રેજીનગરમાં કડક સુરક્ષા વચ્ચે મસ્જિદનો પાયો નાંખ્યો. કબીરે સ્ટેજ પર હાજર મૌલવીઓ સાથે રિબન કાપી, જ્યારે સવારથી સ્થળ પર હાજર થયેલા હજારો લોકોએ "નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર" ના નારા લગાવ્યા હતા. શિલાન્યાસ સમારોહ કડક સુરક્ષા વચ્ચે યોજાયો હતો. હુમાયુ કબીરે શિલાન્યાસ સમારોહ માટે 6 ડિસેમ્બર, અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ પસંદ કરી હતી.






