Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Horsepower in the Tamsa River in Dehradun

VIDEO: દહેરાદૂનમાં તામસા નદીમાં ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ બાદ તામસા નદીમાં પાણીનો પ્રવાહ અચાનક તેજ બન્યો છે. તપકેશ્વર મહાદેવ મંદિર નજીક તામસા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નદીના વધેલા પ્રવાહને કારણે આસપાસના વિસ્તારોમાં ચિંતા વધી છે. ભારે વરસાદના પગલે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને પાણીનો પ્રવાહ જોખમી બન્યો છે. ઘટનાના દૃશ્યોમાં તામસા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદી કિનારે રહેતા લોકો અને મુલાકાતીઓને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે દહેરાદૂનના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News