Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Historical record in Shri Amarnath Yatra, 3 lakh devotees visited Baba Barfani in 12 days

VIDEO: શ્રી અમરનાથ યાત્રામાં ઐતિહાસિક રેકોર્ડ, 12 દિવસમાં જ 3 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રી અમરનાથ યાત્રાએ નવો ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો છે. યાત્રા શરૂ થયાના માત્ર 12 દિવસમાં જ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી 57 દિવસીય યાત્રા 28 ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. આ સિદ્ધિ બદલ ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રા સાથે જોડાયેલા અધિકારીઓ, સુરક્ષા દળો, સેવા પ્રદાતાઓ અને સ્વયંસેવકોના સમર્પણ અને ઉત્તમ સંકલનની પ્રશંસા કરી હતી. બીજી તરફ, સમગ્ર યાત્રામાર્ગ પર જમ્મુ-કાશ્મીર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમો 24 કલાક તૈનાત રહી શ્રદ્ધાળુઓને તાત્કાલિક તબીબી સહાય, ઓક્સિજન સપોર્ટ અને ઇમરજન્સી રેસ્ક્યુ સેવા પૂરી પાડી રહી છે, જેના કારણે યાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે. મંગળવારે ભગવતી નગર આધાર શિબિરમાંથી 5,335 શ્રદ્ધાળુઓનો 13મો જથ્થો પહેલગામ અને બાલટાલ માર્ગે સફળતાપૂર્વક રવાના થયો હતો.

App Store