VIDEO: શ્રીનગરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
સોર્સ : gstv
જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ શાંતિ જાળવવાના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો, ડાઉનટાઉન અને નૌહટ્ટા જેવા વિસ્તારોમાં સંભવિત દેખાવો કે ભીડ એકત્રિત થતી અટકાવવા માટે મોટા પાયે બેરિકેડ્સ, કાંટાળા તાર અને પ્લાસ્ટિક બેરિકેડ્સ લગાવીને માર્ગો સીલ કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો ના જવાનોને સશસ્ત્ર વાહનો સાથે તૈનાત કરવામાં આવ્યા છે. સામે આવેલા દ્રશ્યોમાં સુરક્ષા દળોના જવાનો દરેક શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને વાહનોનું સઘન ચેકિંગ કરી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

