હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, 4 ધારાસભ્યો પણ મંત્રી બન્યા

આસામમાં આજે નવી સરકારના શપથ ગ્રહણ થયા છે. હિમંતા બિસ્વા શર્મા સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે સવારે ૧૧:૪૦ વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા. હિમંતા સાથે ચાર ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા. હિમંતાના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. આ સમારોહ ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.
આ ચાર ધારાસભ્યો બન્યા મંત્રી
રામેશ્વર તેલી
અતુલ બોરા
ચંદન બોરો
અજંતા નિઓગ
ભાજપ-NDA સરકાર
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ભાજપ-એનડીએ સરકાર રચવા જઈ રહી છે. આ આપણા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આસામના લોકો અને એનડીએ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે રાજ્યભરના લોકો અહીં એકઠા થયા છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે હિમંત બિસ્વા શર્માને શુભેચ્છા પાઠવી
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે હિમંત બિસ્વા શર્માને સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. ગુવાહાટીમાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન બોલતા, સાવંતે ભાજપની આગેવાની હેઠળની "ડબલ-એન્જિન" સરકારને ફરીથી ચૂંટવા બદલ આસામના લોકોનો આભાર વ્યક્ત કર્યો અને આ જીતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસલક્ષી શાસન માટે મજબૂત જનાદેશ ગણાવ્યો.

