Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : High voltage drama in Hyderabad! BJP workers break school gate, clash with police

VIDEO: હૈદરાબાદમાં હાઈવોલ્ટેજ ડ્રામા! ભાજપ કાર્યકરોએ તોડ્યો સ્કૂલનો દરવાજો, પોલીસ સાથે અથડામણ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હૈદરાબાદના સૈયદાબાદ વિસ્તારમાં આવેલી સક્સેસ, ધ સ્કૂલમાં ધોરણ-2ના વિદ્યાર્થીઓને શિક્ષિકા દ્વારા કથિત રીતે ધાર્મિક વિષયક હોમવર્ક આપવામાં આવ્યું હોવાના આક્ષેપોને પગલે વિવાદ સર્જાયો છે.

App Store

આ ઘટનાના વિરોધમાં ભાજપના કાર્યકરો સ્કૂલ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સ્કૂલના પ્રવેશદ્વારે જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. આક્ષેપોના વિરોધમાં મોટી સંખ્યામાં પહોંચેલા ભાજપના કાર્યકરોએ સ્કૂલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન કેટલાક કાર્યકરોએ સ્કૂલનો દરવાજો તોડી અંદર જવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હાજર પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં બંને પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે સ્કૂલની શિક્ષિકા શેખ આયશા પરવીન સામે ધોરણ-2ના વિદ્યાર્થીઓને ધાર્મિક સ્વરૂપનું હોમવર્ક આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને સ્કૂલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લીધા હતા. હાલ આક્ષેપોની સત્તાવાર તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકશે.